હુમલો કરનાર કારમાં ધસી આવેલા પંદર હુમલાખોર સીસીટીવીમાં કેદ
મુળી તાલુકાના સરલા ગામે વન કર્મચારી પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૂળી તાલુકાના સરલા ગામના પ્રતાપસિંહ ગગજીભાઈ સોલંકી ધ્રાંગધ્રા નોર્મલ રેન્જના રાજસીતાપુર રાઉન્ડ વિસ્તારમાં ફરજ બજાવે છે તેઓ રવિવારે બપોરના સમયે અડધા દિવસની રજા મૂકી પોતાનું બાઈક લઈને પરત ઘરે જતા હોય તેવા સમયે બાઇક રોંગ સાઈડમાં ચલાવવા બાબતે માથાકુટ થતા બે સ્કોર્પિયો કારમાં આવેલા પંદર જેટલા ઈસમો દ્વારા વન કર્મચારીના બાઈક સાથે કારની ટક્કર મારી હથિયારો લઇ કારમાંથી નીચે ઉતરી ગયા હતા આ તરફ વન કર્મચારી પોતાનો બચાવ કરવા માટે બાઈક મૂકી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો છતાં હુમલાખોરો દ્વારા કર્મચારી પર હુમલો કરી નાશી છૂટયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને ઇજાગ્રસ્ત કર્મચારી દ્વારા પોતાના વન વિભાગના અધિકારીને જાણ કરતા સીસીટીવી ફૂટેજ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી જ્યારે મૂળી પોલીસ દ્વારા વન કર્મચારીના નિવેદનને આધારે ફરિયાદ નોંધાવાની પણ તજવીજ હાથ ધરી હતી.
• ૧૫ હુમલાખોરો વિરુધ ગુન્હો નોંધાયો •
અરજણભાઈ વાઘાભાઈ રોજિયા(રબારી), ઇશાભાઈ વિહાભાઈ રબારી, ગોપાલભાઈ મેરુભાઈ રબારી, પ્રવીણભાઈ સુરાભાઈ રબારી, ગભરુભાઈ કરશનભાઈ રબારી તથા દશ અજાણ્યા ઈસમો વિરુધ હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો સાથે ગુન્હો નોંધાયો.
