Surendranagar| સુરેન્દ્રનગર એસઓજી (Surendranagar SOG) અને બી-ડિવિઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા ૩૧૮૫ ‘ગોગો કોન-પેપર’નો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ચાર પાન પાર્લરના માલિકો સામે ગુનો નોંધી કુલ ૨૮,૬૫૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહીની વિગત:
-
દરોડાના સ્થળો: એસઓજી પોલીસે વઢવાણ ૮૦ ફૂટ રોડ, રતનપર સાઈ હોટલ પાછળ અને રતનપર બાયપાસ રોડ પરના પાન પાર્લરોમાં તપાસ કરી ૩૩૫ નંગ સ્મોકિંગ સિગારેટ કોન ઝડપી પાડ્યા હતા.
-
રહેણાંક મકાનમાંથી જથ્થો: બી-ડિવિઝન પોલીસે મેઘાણી રોડ પર કમલેશભાઈ ઉર્ફે કમાલાલ વસંતભાઈ દલીચાના મકાનમાંથી ૧૨૦૦ ગોગો પેપર રોલ અને ૧૬૫૦ રોલિંગ પેપર મળી કુલ ૨૫,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
-
કાર્યવાહી: પકડાયેલા ચારેય શખ્સો વિરુદ્ધ એ-ડિવિઝન, બી-ડિવિઝન અને જોરાવરનગર પોલીસ મથકે અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.
પકડાયેલા આરોપીઓ: ૧. રાજુભાઈ ઈશ્વરભાઈ રંગાડીયા (રાજ પાન પાર્લર) ૨. ધરમશીભાઈ ગોવિંદભાઈ આલ (ડિલક્ષ પાન પાર્લર) ૩. અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કાલીયા (સ્મોક લાઈટ પાન પાર્લર) ૪. કમલેશભાઈ ઉર્ફે કમાલાલ વસંતભાઈ દલીચા (મેઘાણી રોડ)
યુવાધનના નશા અંગે ચિંતા: શહેરમાં ઘણા સમયથી પાનના ગલ્લાઓ પર ગેરકાયદે ગોગો કોન અને પેપરનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પેપરમાં ચરસ અને ગાંજો ભરીને યુવાનો નશો કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેને પગલે પોલીસે આ કડક ઝુંબેશ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ મથકના વહીવટદારોની હેડક્વાટર ખાતે બદલ
