• સુરેન્દ્રનગરના યુવાનને હાથી બનાવી ત્રણ ચાલબાજો ૩૫ લાખની ઠગાઈ આચરી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના કાફિયા સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ બાબુભાઈ મકવાણા આગાઉ ખાનગી સ્કૂલમાં નોકરી કરતા હોય અને તે સ્કૂલમાં અભ્યાસ કરતા કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા દ્વારા જયેશભાઈ પાસે જઈ પોતાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેટિંગ હોવાથી કોઈ યુવાનોને નોકરી આપવાની લાલચ આપતા જયેશભાઈ દ્વારા આ મામલે જુદાજુદા સ્વજનો અને સબંધીઓને વાત કરતા કુલ ૬ જેટલા યુવાનો તૈયાર થયા હતા તે તમામ યુવાનોને નોકરી આપવાની લાલચ આપી કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા, કિરણબેન નંદલાલ સરવાણીયા તથા વિજયભાઈ રમણભાઈ વાઘેલા દ્વારા કુલ ૩૫,૧૫,૦૦૦ રૂપિયા લઈ બાદમાં બનાવટી લેટરપેડ બનાવી નોકરીના કોલ લેટર આપ્યા હતા જ્યારે તમામ યુવાનો એક બાદ એક નોકરી માટે હાજર થયા ત્યારે જાણ થઈ હતી કે આ કોલ લેટર બનાવતી છે જેથી પોતે ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સને આવતા કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા, કિરણબેન નંદલાલ સરવાણીયા તથા વિજયભાઈ રમણભાઈ વાઘેલા વિરુધ સુરેન્દ્રનગર પોલોક મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
