• રોકડ, કાર, બાઇક અને મોબાઇલ સહિત ૪.૩૯ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર: લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીને લીંબડીના તાલુકાના જનશાળી ગામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્ટાફને સૂચના આપી હતી જેને લઇ લીંબડી ડિવિઝનના સ્ટાફ દ્વારા જનશાળી ગણે દરોડો કરી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અરજણભાઈ રામસિંગભાઈ મકવાણા, લખમણભાઇ સવજીભાઈ ઝાપડિયા, જગદીશભાઈ પ્રભુભાઈ મકવાણા, અશોકભાઈ અજમલભાઈ મેર, ભાઈલાલભાઈ ઉર્ફે ભદો કેસા ભાઈ રાઠોડ, વજુભાઈ કાળુભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ લાખુભાઇ રાઠોડ, જીતેન્દ્ર જીતુ શંકરભાઈ સોલંકી, ચંદુભાઈ મેરૂભાઈ મોરી સહિતના શખ્સોને ઝડપી લઇ તેઓની પાસેથી ૨૫૦૬૦ રૂપિયા રોકડ, એક કાર કિંમત ૩.૭૦ લાખ રૂપિયા, બે બાઈક ૩૦ હજાર રૂપિયા તથા ૮ માંગ મોબાઈલ કિંમત ૧૪ હજાર એમ કુલ મળી ૪,૩૯,૦૬૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
