અમદાવાદ: દસક્રોઇ મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર નોંધ પ્રમાણિત કરવા સારું રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રહે હાથે ઝડપાયો છે. જેમાં દસક્રોઇ ખાતે એક જાગૃત નાગરિકને પોતાના મિત્રના કાકાની જમીનમાં હક્ક કમી અંગે કાચી નોંધ પડેલ હોય જે નોંધને પ્રમાણિત કરવા માટે દસક્રોઇ મામલતદાર કચેરી ખાતે કોમ્યુટર ઓપરેટર પરગકુમાર લક્ષ્મણભાઈ બારોટ દ્વારા રૂપિયા ૧૫ હજારની લાંચની માંગ કરી હતી જેથી જાગૃત નાગરિક આ લાંચના રૂપિયા આપવા નહીં માંગતા હોય જેથી એ.સી.બીનો સંપર્ક કરતા છટકું ગોઠવી કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
