તારાપુરમાં ખેતરમાંથી મળેલા અજાણ્યા યુવકનો મૃતદેહ ધોળકાના યુવકનો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. મૃતક યુવક ગત 22મીના રોજ તેના ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળી ગયો હતો. બાદમાં રવિવારે તેનો મૃતદેહ તેની સાસરી તારાપુરમાંથી મળી આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે આપઘાત છે કે હત્યા તેને લઈને રહસ્ય ઘુંટાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ આ મામલે તારાપુર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
તારાપુરના ફતેપુરા સ્થિત ખેતરમાંથી રવિવારે મોડી સાજે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફતેપુરા સ્થિત ચેતનભાઈ મણીભાઈ ગોહેલના વાડીવાળા ખેતરમાં સાબરમતી નદીના વ્હેણમાં તણાઈને આ યુવક આવી પહોંચ્યો હોવાનું માહિતી જિલ્લાના તથા તાલુકાના પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી.
મૃતકના ડાબા હાથના કાંડાથી ખભા અનુમાન છે. મૃતક અંદાજે 35થી 40 વર્ષનો છે અને પાણીમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હોવાની આશંકા સાથે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વર્ણન સાથેની માહિતી જિલ્લા તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી.
મૃતકના ડાબા હાથના કાંડાથી ખભા સુધીનું કાડકું તેમજ માથું, કમર તથા બંને પગ ડિમ્પોઝ્ડ થયેલા હતા. જેને પગલે તેનું સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તેનું ડુબવાથી મોત થયું હોવાનું ખૂલ્યું હતું. તેણે શરીરે કાળા રંગનું પેન્ટ તથા અડધી બાયની કોલરવાળી ટી શર્ટ પહેરેલી હતી. તેના જમણા હાથે અંગ્રેજીમાં મેલડી અને કાંડા પાસે લપા ડીએસ છુંદણું છે.
પોલીસે તેના ફોટો સાથેની વિગત મોકલતા જ યુવક ધોળકાનો હોવાનું અને તેનું નામ ધવલ જિતેન્દ્ર રાણા હોવાનું ખૂલ્યું હતું. તેના પિતા અને તેની પત્નીએ તેની ઓળખ કરી હતી. યુવક ગત 22મીના રોજ અમદાવાદ જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો.
