(એલોપેથીક દવાઓના જથ્થા સાથે બોગસ તબીબ ઝડપાયો)

(વિજય મહેતા દ્વારા) અમદાવાદ: અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ દ્વારા અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ એસ.ઓ.જી. ટીમને જરૂરી સુચના આપી હતી
જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પીઆઇ એસ.એન. રામાણીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીના એ.એસ.આઇ. યોગરાજસિંહ નાગભા તથા તેજદિપસિંહ વિરમદેવસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ જે માહિતીના આધારે વિરમગામના હાસલપુર ગામે પ્રદિપભાઇ છેલાભાઇ ગોયલ રહે.સાંગોઈ ગામ, તા.સાયલા હાલ રહે.નવઘણભાઇના કોમ્પલેક્ષમાં હાસલપુર ગામ તા.વિરમગામ જી.અમદાવાદ જેણે ડૉક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરતો હોય.
સાથે ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો હોય જેથી ડૉ.મોનાલી ચમનભાઇ રાઠી મેડીકલ ઓફિસર પ્રાથમીક આરોગ્યનાઓ સાથે સંકલન કરી બોગસ તબીબ પ્રદિપભાઇ છેલાભાઈ ગોયલને જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો મળી કુલ કિં.રૂ.૧૬,૯૨૫/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
