• સાયલા પોલીસ મથકના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગર(બ્યુરો): સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ગુન્હો આચરી નાસતા ફરતા ઇસમોને ઝડપી પાડવા તમામ પોલીસ મથકને સૂચના આપી હતી.
જે અંતર્ગત સાયલા પોલીસ મથકના પીઆઇ ડી.ડી.ચુડાસમા સહિતના સ્ટાફે સાયલા પોલીસ મથકમાં આગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ગુન્હામાં સાત મહિનાથી નાસતો ફરતો કૃણાલગિરી રાકેશભાઈ ગૌસ્વામી રહે: તરઘડા (જી:બોટાદ) વાળાને રાજકોટ ખાતેથી ઝડપી લઈ સાયલા પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
