સુરેન્દ્રનગર(બ્યુરો): સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ મથકમાં ગત વર્ષ ૨૦૨૪માં નોંધાયેલ ગેસ ચોરીના પ્રકરણમાં છેલા સાતેક મહિનાથી મહાવીરસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા નાસતા ફરતા હોય. તેવામાં થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન મહાવીરસિંહ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ખાખરાળી ચોકડી નજીક ઊભા હોવાની બાતમીને આધારે શખ્સને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
