દેશી તથા વિદેશી દારૂ સહિત 5.23 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પાટડી ખાતે પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ઝરવાલા ગામે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમ દ્વારા દરોડો કરી રહેણાક મકાનની ઓરડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ 1094 નંગ કિંમત 4,01,100 રૂપિયા, બિયર ટીન 846 નંગ કિંમત 113760 રૂપિયા તથા દેશી દારૂ 42 લિટર કિંમત 8400 રૂપિયા એમ કુલ મળી 5,23,260 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ હર્ષદ ઉર્ફે હસો નાનુભાઈ ઠાકોર રહે: જરવાલા વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
