• LCB ટીમે દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે થાનગઢ શહેરના આંબેડકરનગર વિસ્તાર ખાતે પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી સ્ટાફ દરોડો કરી રહેણાક મકાનમાંથી ૧૫ લીટર દેશી દારૂ કિંમત ત્રણ હજાર રૂપિયા તથા વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ ૨૦૭ કિંમત ૭૦,૧૦૦ રૂપિયા એમ કુલ મળી ૭૩,૧૦૦ રૂપિયાનો દારૂ જલી કરી રામજીભાઈ મૂળજીભાઈ ચાવડાને ઝડપી પાડી તેઓના વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
