(જિલ્લા LCB ટીમે દરોડો કરી ૨.૭૬ લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો)

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લખતર તાલુકાના તલવાણી ગામે રહેતા વિકીભાઈ સાગરભાઈ ચોવસિયાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ થતો હોવાની બાતમીને આધારે

એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, આર.એચ.ઝાલા, મેહુલભાઈ મકવાણા, અજયવિરસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ સહિતનાઓ દ્વારા તલવાણી ગમે રહેણાક મકાનમાં દરોડો કરી જુદાજુદા બ્રાન્ડના વિદેશી દારૂની નાની મોટી બોટલ ૬૩૬ નંગ તથા ૪૬ પાઉચ કિંમત ૨,૭૬,૬૫૦/- રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવેલ વિકીભાઈ સાગરભાઈ ચોવસિયા વિરુધ લખતર પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
