• વિદેશી દારૂની 2820 બોટલ કિંમત 24.08 લાખ રૂપિયાની જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલ ફલો ટીમ સંયુક્ત રીતે પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન સાયલા તાલુકાના સોમાસર ગામથી ડોળિયા તરફ જવાના રસ્તે ભાડુકા ગામની સીમમાં સરકારી પડતર જમીન પર વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમીને આધારે દરોડો કરતા વિદેશી દારૂની મોટી બોટલ 1440 કિંમત 18,72,000 રૂપિયા તથા નાની બોટલ 1380 નંગ કિંમત 5,36,650 રૂપિયા એમ કુલ 24,08,640 રૂપિયાનો જપ્ત કરી અજાણ્યા શખ્સો વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
