Surendranagar જિલ્લામાં યુરિયાનો 6400 મેટ્રિક ટનનો સ્ટોક ઉપલબ્ધ : 350થી વધુ ડેપો પર વિતરણ શરૂ
ખેડૂતોની અછતની બૂમરાડ વચ્ચે સુરેન્દ્રનગરમાં રાસાયણિક યુરિયા ખાતરની વધુ એક રેક રેલવે સ્ટેશન આવી પહોંચી છે. 2000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સુરેન્દ્રનગર (Surendranagar)માં ઉતારવામાં આવ્યો છે.
આ નવી રેકમાં 2,000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો સુરેન્દ્રનગર (Surendranagar)માં ઉતારવામાં આવ્યો છે. આ સાથે જિલ્લામાં યુરિયા ખાતરનો કુલ સ્ટોક 6,400 મેટ્રિક ટન ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તંત્રએ DAP ખાતરનો 1,500 મેટ્રિક ટન અને એનપીકે ખાતરનો 3,300 મેટ્રિક ટન જથ્થો પણ ઉપલબ્ધ કરાવ્યો છે.
તંત્ર દ્વારા ખાતરના જથ્થાને જિલ્લાના 350થી વધુ ખાતર ડેપો ઉપર મોકલવાની વિતરણ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. તંત્રએ ખેડૂતોને ખાતરી આપી છે કે તેમને જરૂરિયાત મુજબ ખાતર મળી રહેશે અને જો કોઈ ડેપો પર ખાતર આપવાની ના પાડવામાં આવે તો તંત્રને જાણ કરવા પણ અપીલ કરી છે. જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ એક યુરિયા રેક મંગાવવાની તૈયારી પણ દેખાડાઈ છે.
Surendranagar/સુરેન્દ્રનગરમાં કિસાન અધિકાર યાત્રામાં કોંગ્રેસનો આક્રમક દેખાવ
