
(વિજય મહેતા ડુમાણા દ્વારા) અમદાવાદ: અમદાવાદ કચ્છ હાઇવે પર વિરમગામથી માલવણ તરફ જતા વણી ગામ નજીક લોખંડના પાટા ભરેલા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે હાઈવે પર અફરા ટફરીનો માહોલ સર્જાયો હતો. આ સાથે ટ્રકમાં આગ લાગતા અન્ય વાહનોના પૈડા થંભી જતા હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકના લાગેલી આગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ આગ લાગવાની ઘટનાને લીધે ટ્રકને મોટું નુકસાન થયું હતું જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની વિગતો મળી નથી.
