• અકસ્માતમાં સુપરકેરી વાહનનો ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ થયેલા ખનિજ માફીયાઓ અને માતેલા સાંઢની માફક દોડતા ડમ્ફર હવે હાલતા ચાલતા યમરાજ સમાન સાબિત થાય છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગે દરેક અકસ્માતમાં સૌથી વધુ ડમ્ફર ચાલકો દ્વારા અકસ્માત સર્જાતા હોવાનું વારંવાર સામે આવે છે તેવામાં વધુ એક અકસ્માત સાયલા – સુદામડા રોડ પર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
જેમાં સાયલા – સુદામડા રોડ પર જતા સુપર કેરી વાહન સામે ડમ્ફર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેને લઈ સુપરકેરી વાહન ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પામતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ તરફ ડમ્ફર ચાલક પોતાનું વાહન મૂકી નાશી હતા સ્થાનિક પોલીસ દ્વારા ડમ્ફર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
