Morbi News | મોરબીના વીસીપરા-અમરેલી રોડ પરથી પોલીસે દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વીસીપરા-અમરેલી રોડ પર સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસે એક શખ્સ દેશી બંદૂક સાથે આંટા ફેરા કરે છે. તેવી બાતમીના ધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી અને સૌરાષ્ટ્ર નળિયાના કારખાના પાસેથી આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ડાડો આદમ ચનાણી (રહે. કાંતિનગર મોરબી-2, મૂળ રહે બેલા (આમરણ))ને ઝડપી તેના કબજામાંથી દેશી બંદૂક (કિં.રૂ.2,000) કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
