• સ્થાનિક તાલુકા પોલીસે દરોડો કરી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પીપળા ગામે સીમ વિસ્તારમાં બોડલી તળાવના કાંઠે દેશી દારૂનો જથ્થો છુપાવેલી હોવાની બાતમીને આધારે ઈનચાર્જ પીઆઇ એમ.બી. વિરજા, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ, બ્રિજરાજસિંહ, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી બાવળની ઝાડીમાં છુપાવેલ દેશી દારૂ બનાવવાનો આથો ૨૫૦૦ લીટર કિંમત ૬૨,૫૦૦ રૂપિયા તથા દેશી દારૂ ૨૦૦લિટર કિંમત ૪૦ હજાર રૂપિયા એમ કુલ મળી ૧,૦૨,૫૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ ચુલી ગામના શક્તિભાઈ ભાવેશભાઈ ધોડકિયા વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
