કોંઢ ગામના ખેડૂતે ૩૦ વિઘમાં ગલગોટાના ફૂલની ખેતી કરી.

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત દ્વારા નવીનતમ ખેતીનો ઉપયોગ કરી સિઝનમાં ચાર મહિનામાં લાખો રૂપિયાની આવક મેળવી છે જેમાં કોંઢ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ ઝાલા અગાઉ પોતાની ખેતી લાયક જમીનમાં ચોમાસા દરમિયાન કપાસ, મગફળીનુ વાવેતર કરતા હતા જેમાં વધુ ઉત્પાદન લેવા માટે વધુ ખર્ચ થતો હતો. અને કપાસ, મગફળીના પૂરતા ભાવ પણ નહીં મળતા નુકશાની જવાની ભીતિ સતત રહેતી હતી.

જે બાદ ખેડૂત દ્વારા રોકડીયા પાક તરફ આગળ વધ્યા જેમાં પોતાના ત્રીસ વિઘા ખેતરમાં એક લાખ ફુલના રોપાનું વાવેતર કર્યું હતું. હાલમાં એક પ્લાન્ટ દીઠ એક કિલોગ્રામ ફૂલનું ઉત્પાદન થાય છે જેનો ભાવ નવરાત્રી દિવાળી તેમજ લગ્નની સીઝનમાં સારો મળી રહે છે. લગ્નગાળા અને નવરાત્રી સમયે ફૂલના ભાવ ૫૦થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. સિઝન દરમિયાન ખેડૂત જયેન્દ્રસિંહ ઝાલા આશરે ૬ લાખ રૂપિયા જેટલી રોકડ આવક મેળવી અન્ય ખેડૂતોને પણ રોકડિયા પાકના વાવેતર માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
