કેટલાક વર્તમાન સભ્યોને મનપસંદ બેઠકો છોડી અન્ય બેઠકો પર ચૂંટણી લડવી પડશે
રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પણ મતદારો સુધી પહોંચવા હવે જાહેરમાં નજરે પડી રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠક દીઠ સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે.
હાલ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ભાજપના ૩૫ અને કોંગ્રેસના એક સભ્ય છે પરંતુ આવનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરે તેવા સ્પષ્ટ સંકેત નજરે પડે છે આ તમામ વચ્ચે ચુંટણી પંચ દ્વારા ધ્રાંગધ્રા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કુલ ૯ વોર્ડ માટેની ૩૬ બેઠકો પરના સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં વર્ષ ૨૦૧૧ની ગણતરી મુજબ ૭૧૩૫૮ કુલ વસ્તીનો આકડો જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે ધ્રાંગધ્રા નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી કુલ ૧૮ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે જ્યારે અનુસૂચિત જાતિ માટે ૩ બેઠકોમાં એક બેઠક મહિલા માટે અને પછાત વર્ગ માટે દશ બેઠકો રાખવામાં આવી છે. જે પૈકીની પાંચ બેઠકો મહિલા માટે રાખવામાં આવી છે.
બાકીની ૧૧ બેઠકો સામાન્ય ઉમેદવારો માટેની છે ત્યારે આ વખતે ચૂંટણી પૂર્વે સીમાંકનમાં બદલાવ થતા કેટલાક વાતમાં સભ્યોને પોતાની બેઠક છોડીને અન્ય બેઠકો પરથી કિસ્મત અજમાવા પડશે સાથે જ નવા ઉમેદવારો માટે રાજકીય પક્ષોને પણ પોતાના ગણિતમાં મોટાભાગે ફેરફાર કરવો પડી શકે છે.
• ધ્રાંગધ્રાના ૯ વોર્ડના નવા સીમાંકન મુજબ બેઠકોની યાદી.
વોર્ડ – 1 – અનુસૂચિત વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 2 – પછાત વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 3 – પછાત વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 4 – પછાત વર્ગ, સામાન્ય વર્ગ, અનુસૂચિત વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 5 – સામાન્ય વર્ગ , સામાન્ય વર્ગ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 6 – સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 7 – પછાત વર્ગ, સામાન્ય વર્ગ, અનુસૂચિત વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 8 – પછાત વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ
વોર્ડ – 9 – સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ, સામાન્ય વર્ગ
