Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ ધ્રાંગધ્રામાં દારૂબંધી ભંગ: દારૂ વેચતા બે અને નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયા
  • Dhrangadhra

Dhrangadhra/ ધ્રાંગધ્રામાં દારૂબંધી ભંગ: દારૂ વેચતા બે અને નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયા

Sunny Vaghela 09-November-2025 1 minute read
Dhrangadhra taluka police station

Dhrangadhra News | ધ્રાંગધ્રા પંથકમાં વધી રહેલી દારૂની બદીને ડામવા માટે સ્થાનિક તાલુકા પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એમ.બી. વિરજાની આગેવાની હેઠળની ટીમે જુદા જુદા વિસ્તારોમાં દારૂ વેચાણના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

દારૂ વેચાણ કરતા બે શખ્સો વિરુદ્ધ ગુનો
પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા:

ગુજરવદી ગામ: ગુજરવદી ગામમાં તળાવ પાસે આવેલી આવાવરું જગ્યા પરથી પોલીસે દરોડો પાડી 4 લિટર દેશી દારૂ (કિંમત ₹800) જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે સુભાષભાઈ ડાયાભાઇ મકવાણા (રહે: ગુજરવદી) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સત્તાપર ગામ: સત્તાપર ગામથી ઘનશ્યામગઢ ગામ તરફ જવાના રસ્તા પરથી પોલીસે બાતમીના આધારે દરોડો કરી 3 લિટર દેશી દારૂ (કિંમત ₹600) જપ્ત કર્યો હતો. આ ગુનામાં રણછોડભાઈ ગેલાભાઈ ગોત્રકિયા (રહે: સત્તાપર) વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.

નશાની હાલતમાં એક શખ્સ ઝડપાયો
આ ઉપરાંત, પોલીસે ધ્રાંગધ્રાના સેવા સદન નજીકથી કિશનભાઇ શંકરભાઈ સોલંકી (રહે: વસાડવા) ને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે ઝુંબેશ ચાલુ રાખવાની ખાતરી આપી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા )

Post navigation

Previous: Dhrangadhra/ ધ્રાંગધ્રામાં ટ્રાફિક ફરજ પરના પોલીસકર્મી અને હોમગાર્ડ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
Next: Chotila/ચોટીલાના મોટી મોલડીમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનન: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.