- ખેડૂતના ઊભા પાકમાં પશુઓ ચરાવી નુકસાન કરતાં શખ્સ વિરુધ કાર્યવાહી
Dhrangadhra News | ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામે રહેતા હરેશભાઈ જેસિંગભાઈ રબારીની ખેતીલાયક જમીન રાજચરાડી ગામે આવેલી છે. જેમાં હાલ કપાસનું વાવેતર કર્યું છે.
આ કપાસના વાવેતરમાં રાજચરાડી ગામના શૈલેષભાઈ નારાયણભાઈ ખટાણા દ્વારા પોતાના પશુઓને હરેશભાઈ અને તેઓના પડોશમાં આવેલ ભીખુભા ઝાલાના ખેતરમાં ચારવા માટે ખુલ્લા મૂકી દઈ વાવેતર કરેલ પાકને નુકસાન કરતાં હોવાથી પશુના માલિક શૈલેષભાઇને પશુઓ ખેતરમાંથી બહાર કાઢવાનું કહ્યું હતું.
ઉશ્કેરાયેલા પશુ પાલકે ખેડૂતને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. જેને લઇ ખેડૂત હરેશભાઈ રબારી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે શૈલેષભાઈ નારાયણભાઈ ખટાણા વિરુધ ભેલાણ બાબતે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.
