Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Chotila
  • Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ
  • Chotila

Chotila/ ચોટીલાના મેવાસા ગામે ભાજપ આગેવાનના રહેણાક મકાન પર ફાયરિંગ

Sunny Vaghela 21-November-2025 1 minute read
sacharachar_20251121_160350_0000

• જૂની અદાવતમાં મનદુઃખ રાખી શખ્સ દ્વારા રહેણાક પર ફાયરિંગ કર્યું

Chotila News | ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના રહેણાક મકાન પર ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામ્યો છે જેમાં અગાઉનું મનદુઃખ રાખી એક શખ્સ દ્વારા ભાજપ નેતાના ઘર ઉપર ફાયરિંગ કર્યું હતું. જોકે આ શખ્સ ફાયરિંગ કરી નાશી જતા ભાજપ આગેવાને ફાયરિંગ કરનાર શખ્સ વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ લઘરાભાઈ રાઠોડના ભત્રીજા ઈશ્વરભાઈ સગરામભાઈ રાઠોડના ઘર સાથે ગત 31 સપ્ટેમ્બરના રોજ નિમભાઇ કનુભાઈ ખાચર દ્વારા પોતાની સ્કોર્પિયો ભટકાડી હતી જેથી ઠપકો આપતા હોય તે દરમિયાન ત્યાં બાઈક લઈને આવેલા અજય કાળુભાઇ ધાધલ બોલાચાલી કરવા લાગ્યા હતા.

જે બાદ અજયભાઈ ધાધલ વારંવાર ભીખાભાઈ રાઠોડ તથા તેઓના પુત્રને અજયભાઈ ધાધલ ફોન ઉપર અને રૂબરૂ મળે ત્યારે જોઈ લેવાની ધમકી આપતા હતા તેમજ ગત 20 નવેમ્બરના રોજ રાત્રીના સમયે ભીખાભાઈ રાઠોડના પુત્ર અશ્વિનભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હોય જે દરમિયાન અજયભાઈ ધાધલનો ફોન આવેલ અને ધમકી આપી ચોટીલા આવવા માટે જણાવી ગાળો બોલતા હોય જેથી ફોન કાપી નાખતા વારંવાર ફોન આવતો હતો પરંતુ ફોન નહીં ઉઠાવતા અજયભાઈ જસ્કુભાઈ ધાધલ રહે: ખેરાણા વાળા સ્વિફ્ટ ગાડી લઈને મેવાસા ગામે આવી ભાજપ આગેવાનના ઘર પર ફાયરિંગ કરી નાશી ગયા હતા આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફાયરિંગ કરનાર શખ્સ વિરુધ ચોટીલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ રાઠોડ દ્વારા ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Chotila (ચોટીલા) Firing (ફાયરિંગ)

Post navigation

Previous: Botad: હડદડમાં ખેડૂત-પોલીસ ઘર્ષણનો કેસ: ધરપકડ કરાયેલા 84 માંથી ત્રણને હાઈકોર્ટે જામીન આપ્યા
Next: Limbdi/લીંમડી પોલીસ મથકના PSO ચાલુ ફરજ દરમિયાન ઘરના કામકાજમાં વ્યસ્ત

આ પણ વાંચો

chotila-liquor-worth-1-77-crores-seized-from-vadwala-darshan-hotel-in-nani-moldi
1 minute read
  • Chotila

Chotila: નાની મોલડીમાં ‘વડવાળા દર્શન’ હોટલમાંથી 1.77 કરોડનો દારૂ જપ્ત

thepeoplesexpress.admin 03-December-2025 0
Videoshot_20251124_150554
1 minute read
  • Chotila

Chotila / ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા

Sunny Vaghela 24-November-2025 0
IMG-20251109-WA0029
1 minute read
  • Chotila

Chotila/ચોટીલાના મોટી મોલડીમાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનન: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Sunny Vaghela 09-November-2025 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.