• લોકલ ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમિયાન પાંચ ઈસમો નાશી છૂટયા.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે મૂળી તાલુકાના વડધ્રા ગામની સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફે દરોડો કરી નિતેશભાઈ રતિલાલ આદરોજા, માધુભા રાજેન્દ્રસિંહ ઝાલા, કેતનભાઈ પ્રેમજીભાઈ કણોતરા, હરેશભાઈ અમરસંગભાઈ પરમાર સહિતનાઓને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ ૯૭ હજાર રૂપિયા તથા પાંચ મોબાઇલ કિંમત ૭૫ હજાર મળી કુલ ૧.૭૨ લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લઇ નાસી ગયેલા બાલાભાઈ હેમુભાઈ સાપરા, જયસુખ ઉર્ફે જેડી તથા ત્રણ મોબાઇલ ધારક એમ પાંચ ઈસમો સહિત કુલ ૯ વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




