• વિદેશી દારૂ તથા બિયર સહિત 2.80 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
Dhrangadhra News | ધ્રાંગધ્રા શહેરના કોંઢ રોડ પર છેલ્લા કેટલાય સામથી ચાલતા વિદેશી દારૂના વેચાણ પર હવે એક બાદ એક જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સતત દરોડો કરવામાં આવી રહ્યો છે.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમ ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હોય તેવા સમયે કોંઢ રોડ પર નર્મદા ખાતરમાં વિદેશી દારૂની વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, જે.વાય.પઠાણ, અસ્લમખાન મલેક, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા દરોડો કરી
નર્મદા ક્વાટરના ટાંકામાંથી વિદેશી દારૂની 1005 નંગ બોટલ કિંમત 1,00,500 રૂપિયા તથા બિયર 816 નંગ કિંમત 1,79,520 રૂપિયા એમ કુલ 2,80,020 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી એલ.સી.બી ટીમના દરોડા દરમિયાન નાસી છૂટેલ નીતિનભાઈ મથુરભાઈ પરમાર તથા સંજય ઉર્ફે ડાકુ હરજીભાઈ ચૌહાણ, બંન્ને રહે: નરશીપરા વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
