(વન વિભાગના વિસ્તારમાં ખનિજ ઠલવાતા બે ખનિજ માફિયાઓને ઝડપી લીધા)

(જેસિંગભાઈ સારોલા દ્વારા) સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓનો ધંધો તંત્રની મહેરબાનીથી ખુબ જ ફળ્યો છે ત્યારે સાયલા તાલુકામાં મોટા પ્રમાણમાં ચાલતા બ્લેક તેઓના ખનનમાં ખનિજ માફીયાઓ હવે પ્રતિબંધિત વિસ્તારોમાં પણ ખનિજ ચોરી કરતા નજરે પડે છે.

ત્યારે હાલમાં જ સાયલા પંથકમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારોમાં ખનિજ ચોટી કરતા ખનિજ માફીયાઓ પર વન વિભાગની ટીમ દ્વારા દરોડા કર્યા હતા જે બાદ ફેરો એક વખત સાયલા તાલુકાના જુના જસાપર ગામે વન વિભાગના વિસ્તારમાં ખનિજ ચોરી કરી ખનીજનો જથ્થો ઠાલવતા હોવાની જાણ વન વિભાગને થતા
નાયબ વન સંરક્ષણ તુષારકુમાર પટેલના આદેશથી સ્થાનિક વન વિભાગની ટીમ દ્વારા જંગલ વિસ્તારમાં તપાસ હાથ ધરી બ્લેક ટ્રેપ અને રેફા ખનીજનો સંગ્રહ કરતા જથ્થા સાથે ખનિજ માફિયા પ્રવિણભાઈ ભોજાભાઈ ખાચર રહે: ચોરવીરા તથા પંકજભાઈ દેવશીભાઈ પરમાર રહે: વડિયા વાળાને ઝડપી લઇ વન વિભાગની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
