• ડાઇવર્જન નીચે સ્વિફ્ટ કાર ખાબકતા ત્રણ મોત, જ્યારે ત્રણ ઇજાગ્રસ્ત
(એશાબેન પારેખ દ્વારા) મુળી તાલુકાના ચિત્રોડી ગામ નજીક ગુજરી ઘટના સામે આવી છે જેમાં સરા ગામથી ધ્રાંગધ્રા તરફ જતા ચિત્રોડી ગામ પાસે બ્રીજનું કામ થઈ રહ્યું છે જેથી અહીં ડાઇવર્જન કાઢવામાં આવ્યો છે. જેમાં ગઈ કાલે રાત્રે સ્વિફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે સ્વિફ્ટ કાર લઈને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે હતા એક જ પરિવારના ૬ સભ્યોની કાર અહીં ચિત્રોડી નજીક પલ્ટી થઈ હતી અને કાર પાણીમાં ખાબકી હતી આ અકસ્માતના બનાવમાં ઝેઝરીયા બબુબેન છનાભાઈ ઉમર: 50, ઝેઝરીયા ભાનુબેન રમેશભાઈ ઉમર:35, ઝેઝરીયા ચોથાભાઈ બિજલભાઈ ઉમર:45 તથા ઝેઝરીયા ભાનુબેન હમીરભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ઝેઝરીયા રાજુભાઈ ગીધાભાઈ તથા ઝેઝરીયા હમીરભાઈ જેઠાભાઈ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. આ અકસ્માતને લઇ સરા ગામ અને અહીંથી નીકળતા રાહદારીઓ ભારે એકત્ર થયા હતા. આ તરફ રાહદારીઓ દ્વારા ડાઇવર્જન સાથે કોઈ પણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવી નથી બ્રીજનું કામ કરતા કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ જાતની સેફ્ટી ગ્રિલ મૂકવામાં નહી આવી હોવાથી કોન્ટ્રાકટર સામે બેદરકારીના આક્ષેપ કરી કાર્યવાહીની માંગ કરી હતી.
