• વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને સ્કૂલ સંચાલકો પણ ગરબે ઘૂમ્યા

ગુજરાતની ઓળખ સમાન નવરાત્રિનો તહેવાર ઉજવાય રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સહિત દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓ આ નવરાત્રિનો પર્વ ઉજવી રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલી સાધના સ્કૂલ ખાતે નવરાત્રી નિમિતે ગરબા મહોત્સવ ઉજવાયો હતો. આ ગરબા મહોત્સવમાં દરેક બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા હતા. જ્યારે ગરબામાં વિધાર્થીઓ સાથે સ્કૂલના શિક્ષકો અને સંચાલકો પણ ગરબે ઘુમ્યા હતા. આ કાર્યક્રમના અંતે ટ્રેડિશનલ ડ્રેસ અને સારા ગરબા પ્રદર્શિત કરનારને સ્કૂલ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
