• સાતમાં નોરતે મેઘરાજા ગરબે રમવા ઉતર્યા
રાજ્યમાં એક તરફ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ સાતમા નોરતે વરસાદે ગરબા રસિકોની મજા બગાડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં નવરાત્રીના સાતમ નોરતે સવારથી જ વાદળ છાયું વાતાવરણ નજરે પડ્યું હતું જે બાદ મોડી સાંજે મેઘરાજાની પધરામણી થઈ હતી. મોડી સાંજે ભારે પવન સાથે થયેલા વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં તો ગરબાના સ્થળો પર મંડપ ઊડી ગયા હતા. અચાનક ધોધમાર શરૂ થયેલા વરસાદને જોતા જાણે મેઘરાજા નવરાત્રીના સાતના નોરતે ગરબા રમવા ઉતર્યા હોય તેવું વાતાવરણ નજરે પડ્યું હતું.
