• પ્રોહિબિશનના ગુન્હામાં પાંચ મહિનાથી ફરાર હતો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લા વિવિધ પોલીસ મથકમાં ગુન્હો આચરી નાસતા ઈસમો ઝડપી લેવા સૂચના આપી હતી જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ટીમના ઈનચાર્જ પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ આર.એચ.ઝાલા, દશરથભાઈ રબારી, યુવરાજસિંહ સોલંકી સહિતનાઓ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો શેરખાન સુલેમાનખાન સંધિ રહે: ગામ, અમરાપુરા (તા: સમી) વાળાને ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસે હોવાની બાતમીને આધારે ઝડપી લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.
