- દેશી દારૂ, ઇલેક્ટ્રિક મોટર, બેટરી સહિત 78,500 રૂપિયાની મુદામાલ જપ્ત
Dhrangadhra News ~ સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન રામપરાથી લીયા ગામ તરફ માર્ગે આવેલા મયૂરસિંહ અખુભા ઝાલાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે એલ.સી.બી ટીમના પ્રતાપસિંહ રાઠોડ, અસલમખાન મલેક સહિતના સ્ટાફે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો 1500 લિટર કિંમત 37,500 રૂપિયા, દેશી દારૂ 165 લિટર કિંમત 33,000 રૂપિયા, બે ભઠ્ઠી કિંમત 2000 રૂપિયા, બે ફુકણી કિંમત 1000 રૂપિયા, એક બેટરી કિંમત 3000 રૂપિયા, ઇલેક્ટ્રિક મોટર કિંમત 2000 રૂપિયા એમ કુલ મળી 78,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ મયુરસિહ અખુભા ઝાલા (રહે.રામપરા) વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
