• દેશી દારૂ બનાવવાનો આથો ૩૩૪૦ લિટર જપ્ત કરાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીનો સ્ટાફ લખતર નજીક પેટ્રોલિંગમાં હોય તેવા સમયે એ.એસ.આઇ અસલમખાન મલેકને લખતરના વણા ગામથી ડુમાણા ગામ તરફ જવાના રસ્તે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હોવા અંગે માહિતી મળતા એલસીબી પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે વાય પઠાણ સહિતની ટીમ દ્વારા દરોડો કરતા રાજભા મનુભા ઝાલાના ખેતરની બાજુમાં આવેલ વોંકળામાં દેશી દારૂ બનાવવાનો આથો ૩૩૪૦ લિટર કિંમત ૮૩,૫૦૦ રૂપિયાનો ઝડપી લઇ રાજભા મનુભા ઝાલા રહે: વણા વાળા વિરુધ લખતર પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
