વિદેશી દારૂ તથા બે કાર સહિત કુલ ૧૦.૯૮ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
(ચંદુભાઈ પ્રજાપતિ દ્વારા) | સુરેન્દ્રનગર: થાનગઢ પોલીસ મથકના સ્ટાફે અભેપર ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર દરોડો કરી ૩.૯૮ લાખના વિદેશી દારૂ બે કાર સહિત કુલ ૧૦.૯૮ લાખ રૂપિયાના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે અભેપર ગામની સીમમાં કપચીના ભડિયા પાસે વિદેશી દારૂની કટીંગ થતું હોવાની બાતમીને આધારે પીઆઇ વી.કે.ખાંટ, જે.એસ.જાડેજા, જયસુખભાઈ, રમણીકભાઇ સહિતના સ્ટાફે દરોડો કરી
જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ ૧૪૬૪ નંગ કિંમત ૩,૯૮,૩૬૪/- રૂપિયાનો જપ્ત કરી સાથે જ મારુતિ સુઝુકી અર્ટિકા કાર જીજે ૦૩ એફ ડી ૭૭૧૦ નંબર કિંમત ૪ લાખ રૂપિયા તથા સ્વિફ્ટ કાર જીજે ૧૦ ડી એ ૫૧૬૭ નંબર કિંમત ૩ લાખ રૂપિયા એમ કુલ ૧૦,૯૮,૩૬૪/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિક્રમભાઈ રામજીભાઈ ગળડીયા રહે: સાલખડા, ચોટીલા વાળાને ઝડપી
નાશી ગયેલ રવિભાઈ ચૌહાણ, આર્ટિગા કારનો ચાલક, સ્વિફ્ટ કારનો ચાલક તથા બોલેરો કાર લઈને નાશી ગયેલ અજાણ્યા ત્રણ ઈસમો સહિત સાત શખ્સો વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ધ્રાંગધ્રામાં મહિના પૂર્વે નિર્માણ થયેલ ગૌરવપથ રોડમાં ભ્રષ્ટાચારનું વધુ એક નઝરાણું
