• દરોડા દરમિયાન ટ્રેક્ટર અને લોડર સહિત ૪૦ લાખનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં થયા ખનિજ ચોરી સને હવે તંત્ર સફાળી જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં થાનગઢ મામલતદાર દ્વારા હાલમાં જ જામવાડી ખાતે દરોડા કરી કોલસાનું ગેરકાયદેસર ખનન ઝડપી લીધું હતું જે બાદ હવે થાનગઢ મામલતદાર દ્વારા નવાગામ ખાતે સ્કૂલની પાછળ ચાલતા માટીના ગેરકાયદેસર ખનન પર દરોડો કરી એક પથ્થર ભરેલું ટ્રેકટર તથા એક લોડર સહિત કુલ ૪૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
