Than | થાન શહેરી વિસ્તારમાંથી રૂ.1.86 લાખના ઇંગ્લિશ દારૂ-બિયર સહિતના મુદામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બે શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
થાન પોલીસે (Than Police) શહેરના મસાણના મેલડી માતાજીના ઓટા પાસેથી બાતમીના આધારે વિદેશી દારૂની 537 બોટલ તથા બિયર 144 ટીન સહિત રૂ.1,86,780ના મુદ્દામાલ સાથે અશ્વિનભાઈ ઉર્ફે અશોકભાઈ હમીરભાઈ રાઠોડ (રહે. આંબેડકરનગર,થાન)ને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીની પુછપરછમાં પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકી (રહે.થાન)ની પણ સંડોવણી બહાર આવી હતી. પોલીસે બંને શખ્સ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
