• વરલી મટકાના સાહિત્ય સહિત 1430 રૂપિયા જપ્ત કરાયા
(જયેશભાઈ ઝાલા દ્વારા) | ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શહેરના રાજકમલ ચોક નજીક વરલી મટકાના જુગારની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો.
પોલીસે આ દરોડામાં ઈમરાનભાઈ ઇનુશભાઈ મલેક (રહે. ધ્રાંગધ્રા) નામના ઈસમને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વરલી મટકાના સાહિત્યની સાથે રોકડ રકમ ₹1430 પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ઈમરાનભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Dhrangadhra/ધ્રાંગધ્રામાં પોલીસ કર્મચારી લાંચ લેતા ACBના છટકામાં ફસાયા
