• લીલા ગાંજાના ૬૯ છોડ કિંમત ૧૮,૧૫,૫૦૦ રૂપિયાના જપ્ત કરાયા
સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની હદમાં આવતા નડાળા ગામે સીમ વિસ્તારમાં લીલા ગાંજાની ખેતી કરી હોવાની બાતમી ઢાંકણા પોલીસ મથકના સ્ટાફને મળતા પીઆઇ આર.એમ. સંગાડા, પીએસઆઇ એસ.પી.ઝાલા, રણછોડભાઈ ભરવાડ સહિતના સ્ટાફે નડાળા ગામની સીમમાં વિપુલભાઈ ધીરુભાઈ શેખની વાડીમાં વાવેતર કરેલ એરંડા તથા કપાસના વાવેતર વચ્ચે લીલા ગાંજાની ખેતી કરેલ કુલ ૬૯ નંગ છોડ વજન ૧૮૧.૫૫૦ કિલોગ્રામ કિંમત ૧૮,૧૫,૫૦૦ રૂપિયાનો જપ્ત કરી વિપુલભાઈ ધીરુભાઈ શેખ રહે: નડાળા વાળા વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
