• ગેરકાયદેસર કોલસાની ચાર ખાણોની ઝડપી ૪૦ લાખનો મુદામાલ જપ્ત

(ચંદુભાઈ પ્રજાપતિ દ્વારા)સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખાણો છેલ્લા ત્રણ દાયકાથી ધમધમી રહી છે જેને બાહોશ ગણાતા અધિકારીઓ પણ બંધ કરાવી શક્યા નથી છતાં પોતાની વાહવાહી લૂંટવા માટે કોલસાની ખાણો સદંતર બંધ હોવાના બણગા ફુંકી રહ્યા છે
ત્યારે થાનગઢ વિસ્તારમાં હજુય કોલસાનું ગેરકાયદેસર ખનન ચાલતું હોવાથી ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા રાવરાણી ગામના સીમ વિસ્તારમાં દરોડો કર્યો હતો
દરોડા દરમિયાન ખનિજ માફીયાઓ અને શ્રમિકો ખાણ ખનિજ વિભાગની ટીમને જોઈને ઉભી પુછડીએ નાશી ગયા હતા પરંતુ ગેરકાયદેસર કોલસાની ચાર ખાણો પરથી ચરખી કોલસાનો જથ્થો અને અન્ય ખનિજની સામગ્રી સહિત કુલ ૪૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
