• SOG ટીમે બોગસ તબીબ પાસેથી ૧૪૭૩૦ રૂપિયાની એલોપથી દવા કબ્જે લીધી •

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા બોગસ તબીબી સામે હવે તવાઈ શરૂ કરી છે તેવામાં એસ.ઓ.જી ટીમના પીઆઇ બી.એસ.સિંગરખીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડી તાલુકાના ધવલાણા ગામે ડિગ્રી વગર એક બોગસ તબીબ છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ચલાવતો હોવાની બાતમીને આધારે પીઆઇ બી.એસ.સિંગરખીયા, પીએસઆઇ એન.એ.રાયમા, આર.જે.ગોહિલ સહિતનો સ્ટાફ ધવલાણા ગામે જઈ દરોડો કરતા પશ્ચિમ બંગાળનો કૃષ્ણબાલા સંતોષબાલા નામનો શખ્સ ડિગ્રી નહીં હોવા છતાં દર્દીઓની સારવાર કરતો હોય જેથી મેડિકલ ઓફિસરની સાથે રાખી આ શખ્સ પાસેથી એલોપેથીક દવાઓનો જથ્થો કિંમત ૧૪૭૨૦ રૂપિયાનો જપ્ત કરી બોગસ તબીબ વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

