• PGVCLમાં કોન્ટ્રાકટ્ટના ડ્રાઈવર વિરુધ ભંગાર ચોરીનો ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે PGVCL ડિવિઝનના ગોડાઉનમાં વીજ વાયર અને વીજ પોલને લગતી ચીજવસ્તુઓ બરોબર વેચાણ થતી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.
જ્યારે ગોડાઉનમાંથી PGVCL ની ચીજવસ્તુઓ ચોટી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ અહીં કોન્ટ્રાકટમાં ડ્રાઇવર તરીકે ફરજ નિભાવતો શખ્સ હોવાનું સામે આવ્યું હતું જ્યારે આ અંગે નાયબ ઇજનેર દ્વારા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે PGVCL કચેરીની ડિવિઝન કચેરીના ગોડાઉનમાં વીજ વાયર અને વીજ પોલની સામગ્રી કચેરીની સામે આવેલા ભંગારના ડેલામાં હોવાની જાણ થતા ડિવિઝન કચેરીના નાયબ ઇજનેર સંજયભાઈ પ્રેમજીભાઈ નકુમ દ્વારા ગોડાઉનના CCTV ફૂટેજ તપાસતા કચેરીમાં કોન્ટ્રાકટથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ પોપટભાઈ દેત્રોજા (રહે: રાજસીતાપુર વાળા) ચીજવસ્તુઓ લઈ જતો હોવાનું સામે આવ્યું હતું.
જેને લઈ ભંગારના ડેલામાં જઈ તપાસ કરવામાં આવતા તેમાંથી PGVCL કચેરીની કેટલીક ચીજવસ્તુ અને સામગ્રી મળી આવી હતી જેથી ભંગારના ડેલો ચાલતા સંચાલક મુકેશભાઈ ભેરુલાલ ગુર્જરને પૂછતા ડ્રાઈવર વારંવાર અહીં PGVCLના વીજ વાયર સહિતની સામગ્રી ભંગાર ભાવે આપી જતો હોવાનું જણાવ્યું હતું જેને લઈ નાયબ ઇજનેર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે ડ્રાઈવર સુરેશભાઈ પોપટભાઇ દેત્રોજા તથા મુકેશ ભેરુલાલ ગુર્જર વિરુધ ગુન્હો નોંધાવતા સ્થાનિક પોલિસે આગળની તપાસ હાથ ધરી છે
