• ગેરકાયદેસર કોલસાની ૪ ખાણો પર દરોડો કરાયો
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનનને રોકવા રીતસરના ખનિજ માફિયાઓની સામે પડ્યા છે. ત્યારે હાલમાં જ થાનગઢ મામલતદાર દ્વારા જામવાડી ખાતે ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડો કરી લાખો રૂપિયાનો મુદામાલ jalt કર્યો હતો ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બુધવારે જામવાડી ખાતે દરોડા કરી કોલસાની ખાણોમાંથી કોલસો કાઢવાની કામગીરી કરતા ખનિજ માફીયાઓ કોલસો કાઢે તે પૂર્વે જ દરોડો કરી ખાણો પરથી ચરખી સહિતના મુદ્દામાલને સ્થળ પર જ નાશ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
