મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક શંકાસ્પદ હાલતમાં રોડની સાઈડમાં થેલી લઈને ઉભેલા શખ્સને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લીધી હતી.
થેલીમાંથી 180 એમએલની વિદેશી દારૂની 5 બોટલ (કિ.રૂ.750) મળી આવી હતી, જેથી આરોપી યતિષભાઈ બાબુભાઇ મુચ્છડીયા (ઉ.વ.24 રહે. આંબેડકરનગર, રફાળેશ્વર ગામ)ની અટકાયત કરી છે. હાલ પકડાયેલા આરોપી સામે પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
