Skip to content
02-March-2026
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
The People's Express

The People's Express

Fearless Truth

Primary Menu
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
Subscribe
  • Home
  • Surendranagar
  • Dhrangadhra
  • Dhrangadhra/ ધ્રાંગધ્રામાં GUDC દ્વારા ટેન્ડર નિયમનું ઉલ્લંઘન કરી કામ થતું હોવાની રાવ
  • Dhrangadhra

Dhrangadhra/ ધ્રાંગધ્રામાં GUDC દ્વારા ટેન્ડર નિયમનું ઉલ્લંઘન કરી કામ થતું હોવાની રાવ

Sunny Vaghela 24-November-2025 1 minute read
IMG_20251124_095507

• સંપ બનાવવાના કામમાં એજેક્સ મશીનને બદલે કામ ચલાઉ મીલરનો ઉપયોગ

Dhrangadhra News | ધ્રાંગધ્રા શહેરમાં છેવાડાના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે તેના માટે રાજ્ય સરકારની અમૃત 2.0 યોજના થકી આશરે 20 કરોડ રૂપિયાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં સંપ બનાવવા અને પાણીની પાઇપ લાઇન નાખવાનું કામને આવરી લેવામાં આવ્યું છે પરંતુ ધ્રાંગધ્રા શહેરમાં જીયુડીસી દ્વારા ટેન્ડર મુજબ કામ નહીં કરી સંપ બનાવવાના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

આગાઉ ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1માં સંપ બનાવ્યો હતો પરંતુ આ સંપ નો ઉપયોગ થાય તે પૂર્વે જ પોપડા પડવા લાગ્યા હતા જ્યારે બીજી તરફ શહેરના વોર્ડ નંબર 8માં કોલેજ પાછળ પાણીની પાઇપ લાઇન નાખવાની કામગીરીમાં ટેન્ડર મુજબ જમીનમાં માત્ર અડધો ફૂટ જેટલું ખોદીને પાઇપ લાઇન નાખવામાં આવી હતી જ્યારે આ અંગે ફરિયાદો ઉઠવા પામતા અંતે જીયુડીસી દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું જે બાદ ફરી પાછું કામ શરૂ તો કરાયું છે પરંતુ હાલ પાણીની ટાંકી નજીક બનાવવામાં આવતા સંપના બાંધકામમાં પણ ટેન્ડર મુજબ ફરજિયાત એજેક્સ મશીન ઉપયોગમાં લેવાને બદલે કામ ચલાઉ રહેણાક મકાનને ધાબા ભરવા માટેનું મીલર મશીન ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

આ સાથે સંપના બાંધકામ માટે ધારાધોરણથી વિપરીત હલકી ગુણવત્તાનું કામ કરી સરકારને લાખ્ખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે જોકે જીયુડીસી દ્વારા સંપ બનાવવાના કામમાં થતા ભ્રષ્ટાચાર અને ટેન્ડરથી વિપરીત કામ કરવા અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જાગૃત નાગરિકની રજૂઆતને લઈ ભ્રષ્ટાચારી કામ પર ક્યારે રોક લગાવવામાં આવે છે ?

આ પણ વાચો : DHRANGADHRA/ધ્રાંગધ્રામાં પોલીસ કર્મચારી લાંચ લેતા ACBના છટકામાં ફસાયા

Share this…


  • Facebook



  • Twitter


  • Whatsapp



  • Telegram



  • Copy

Tags: Dhrangadhra (ધ્રાંગધ્રા ) GUDC (જીયુડીસી)

Post navigation

Previous: Dhrangadhra/ ધ્રાંગધ્રાના સોલડી નજીક ધમધમતા ઉધોગમાં GPCBના નિયમોનો ઉલાળિયો
Next: Sayla/સાયલાના ખીટલા ગામની સીમમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ

આ પણ વાંચો

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
Videoshot_20260216_155148
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Sunny Vaghela 16-February-2026 0

Recent Posts

  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો
  • SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો
  • SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ
  • DHRANGDHRA/ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
ગૃહમંત્રી Amitbhai Shah ની અધ્યક્ષતામાં ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો

You may have missed

IMG_20260222_162637
  • Dhrangadhra

DHRANGDHRA/ધ્રાંગધ્રામાં 9 વર્ષની દીકરીને અડપલા કરનાર ગણતરીની કલાકોમાં ઝડપાયો

Sunny Vaghela 22-February-2026 0
IMG_20260216_205902
1 minute read
  • Surendranagar

SURENDRNGAR/સુરેન્દ્રનગરમાં ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી-બનીયાન ગેંગનો સાગરીત ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
IMG-20260216-WA0041
  • Sayla

SAYLA/સાયલાના ભાડુકા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Sunny Vaghela 16-February-2026 0
Image - 01_20260216_201830_0000
  • Dhrangadhra

DHRNGDHRA/ધ્રાંગધ્રા હાઈવે પર કારમાંથી હથિયાર જપ્ત મામલે વધુ એક શખ્સની ધરપકડ

Sunny Vaghela 16-February-2026 0
  • Home
  • Surendranagar
  • Ahmedabad
  • Morbi
  • Facebook
  • X
  • Instagram
  • Youtube
  • whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.