• સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અને સંતો મનમુકીને ગરબે ઘુમ્યા
ધ્રાંગધ્રા સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શરદોત્સવ કાર્યક્રમનુ આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શરદ પૂનમની રાત્રીએ સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના ભગવાન ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સંસ્કારધામ ગુરુકુળના મહંત રામકૃષ્ણદાસજી સ્વામી દ્વારા હરિભક્તોને સભા દરમિયાન શરદ પૂનમનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ નવા વર્ષના કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરુકુળના વિધાર્થીઓને હરિભક્તો શરદ પૂનમની રાત્રીએ ગરબે ઘુમ્યા હતા. આ ગરબામાં સ્વામિનાયરણ સંપ્રદાયના સંતો પણ જોડાયા હતા. શરદોત્સવ કાર્યક્રમના અંતે તમામ ભક્તોએ દૂધ અને પૌવાનો પ્રસાદ લઈ રૂપાળા ઘનશ્યામ મહારાજના આશીર્વાદ લીધા હતા.
