• બુકાનીધારી ગેંગના ત્રણ સભ્યો CCTV કેમેરામાં કેદ
થાનગઢ શહેરમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે જેમાં થાનગઢના નવાગામ રોડ પર એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટ્યા હતા જ્યારે દુકાન માલિકોને વહેલી સવારે જાણ થટુ તુરંત સ્થાનિક પોલીસને સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી હતી.
જેમાં એક, બે નહીં પરંતુ ત્રણ જુદી જુદી દુકાનોમાં તસ્કરો હાથફેરો કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણેય દુકાનોમાંથી આશરે 70 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું દુકાનદારે જણાવ્યું છે જેને લઇ સ્થાનિક પોલીસે દુકાન અને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ કરતા ત્રણ જેટલા બુકાનીધારી ચોર સીસીટીવીમાં પણ કેદ થયા હતા આ ફુટેજમાં આધારે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
