સુરેન્દ્રનગર(બ્યુરો): લીંબડી પોલીસ મથક ખાતે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના યુવાનને સસ્તાભાવે ડોલર આપવાના બહાને લીંબડી ખાતે બોલાવી સેમ્પલ તરીકે એક ડોલર આપી વિશ્વાસ બાંધતા યુવાનને વધુ ડોલર લેવાની લાલચે ૬.૨૦ લાખ રૂપિયા લઈ નાશી જતા ત્રણ વિરુધ ગુન્હો નોંધાયો હતો.

આ ફરિયાદના આધારે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ દ્વારા તપાસ હાથ ધરી ભાવનગરના અજય હિંમતભાઈ ચુડાસમાને ઝડપી લઇ તેની પાસેથી ૨.૯૦ લાખ રૂપિયા રોકડ, એક બાઈક કિંમત ૫૦ હજાર તથા એક મોબાઇલ કિંમત ૫૦૦ રૂપિયા એમ કુલ ૩,૪૦,૫૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી લીંબડીના ડોલર છેતરપિંડી ગુન્હાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

• છેતરપિંડીના ગુન્હામાં ઉપયોગમાં લીધેલા બાઈકને પણ જપ્ત કર્યું.
