• જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે ધજા ચડાવી
(દિનેશભાઇ કોશિયા દ્વારા) | રાજ્યભરમાં નવરાત્રિનો પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે તમામ શક્તિપીઠોના એક ચોટીલા ખાતે ચામુંડા માતાજીની શક્તિપીઠ આવેલું છે જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરવા આવે છે આ સાથે નવરાત્રિના પર્વ પર માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળે છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ચામુંડા માતાજીના ડુંગરે લઈ જઈ ધજા ચડાવવાનો લાભ લીધો હતો.
