• હત્યાના પ્રયત્ન કરવાના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર ઇશાનની ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાની મહત્વ ગણાતી એસ.ઓ.જી, એલ.સી.બી અને પેરોલ ટીમને જુદા જુદા પોલીસ મથકમાં નાસતા ફરતા ઇસમોને ઝડપી લેવાની સૂચના આપી હતી. જેને લઇ જિલ્લા એસ.ઓ.જી ટીમના સ્ટાફને ઝીંઝુવાડા ગામના રણધીરસિંહ કુબેરસિહ ઝાલા અગાઉ હત્યાની કોશિસ સહિત બે ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હોય અને હાલ તેઓ ઝીંઝુવાડા ગામના રામજી મંદિર પડે હોવાની ચોક્કસ બાતમીને આધારે એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, આર.જે.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા શખ્સને ઝડપી લઇ ઝીંઝુવાડા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
