ગુજરાતમાં પત્રકારત્વની દુનિયામાં વધુ એક પાપા પગલી ભરતા “ધ પીપલ્સ એક્સપ્રેસ” ન્યૂઝ ગુજરાતના દરેક ખૂણે – ખૂણે રહેતા માનવી સુધી પહોંચવા માટે વેબ સાઈટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.
“ધ પીપલ્સ એક્સપ્રેસ”માં માત્ર સમાચાર નહીં પરંતુ સમજણ, જવાબદારી અને વિશ્લેષણ સાથેના સમાચાર પ્રસિધ્ધ થશે. જેમાં દરેક સમાજના સામાન્ય લોકોની પીડા, તકલીફ અને સતત મૂંઝવતા પ્રાણ પ્રશ્નોને રજૂ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવશે. પત્રકારત્વ જગતમાં સમાચાર તો સૌ કોઈ વાંચતા હોય છે પરંતુ “ધ પીપલ્સ એક્સપ્રેસ” તે પ્રકારના અહેવાલો રજૂ કરશે જેના થકી લોકોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપી શકાય.
આશરે એક દશકાના અનુભવી અને ખૂબ જ નાના જિલ્લા અને તાલુકામાંથી પત્રકારત્વ કરતા “સન્ની વાઘેલા” દ્વારા “ધ પીપલ્સ એક્સપ્રેસ” ન્યૂઝના વેબ સાઇટનો પ્રારંભ કરી રહ્યા છે. સામાન્ય લોકોના પ્રશ્નોને ગ્રાઉન્ડ પરથી જોઈને તેને સમજવા માટે સામાન્ય બનવું જરૂરી છે. જેથી સામાન્ય વ્યક્તિ જ આ લોકોની પીડા અને પરિથિતિને સમજી શકે છે. “ધ પીપલ્સ એક્સપ્રેસ” કોઈપણ જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર નીડર અને નિષ્પક્ષ પણે સામાન્ય લોકોનો અવાજ સરકાર અને સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ સુધી પહોચાડવા માટે હંમેશા પ્રયત્ન કરશે અને શક્ય એટલા પરસ્પર લોક પ્રશ્નોને વાંચા મળે તેવા અહેવાલો રજૂ કરવા સતત મહેનત કરશે.
આજના યુગમાં જે પ્રકારે દરેક વર્ગ સોશિયલ મીડિયા થકી પોતાની અંદર પડેલી વ્યથા રજૂ કરે છે તે વ્યથાને “ધ પીપલ્સ એક્સપ્રેસ” પોતાના વેબ સાઇટ પર રજૂ કરી તમામ વર્ગની વ્યથાને પૂરતો ન્યાય આપવા માટે જરાય ખચકાટ અનુભવશે નહીં. ખેડૂતો, ગરીબો અને મધ્યમવર્ગના લોકોને જે પીડા મનમાં પડી છે તે પીડાને “ધ પીપલ્સ એક્સપ્રેસ” ન્યૂઝ વેબ સાઇટ પર પ્રસિધ્ધ કરશે. આ તમામના બદલામાં માત્ર ગુજરાતની જનતાનો પ્રેમ અને સહકાર “ધ પીપલ્સ એક્સપ્રેસ” માટે કોઈ મૂડીથી ઓછું નથી જેથી આજથી પ્રારંભ થતા “ધ પીપલ્સ એક્સપ્રેસ” ન્યૂઝના વેબ સાઇડ પર પ્રસિધ્ધ થતા સમાચારોને ગુજરાતની તમામ જનતા વધુને વધુ શેર કરશે તેવી આશા છે.
