
સુરેન્દ્રનગર: રાજ્ય સરકારની વિકાસ કાર્યપધ્ધતિ થકી દરેક મહાનગરો, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે દરેક છેવાડાના ગામ સુધી પણ રોડ નિર્માણની કામગીરી હાથ ધરી છે.
તેવામાં ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા પિતાના મતદારોને પડતી રોડ રસ્તાની તકલીફોનો ઉકેલ લાવવા માટે સૌ પ્રથમ પગલું રોડ નિર્માણ કરવાનું હાથ ધરાયું છે જેને લઇ ધારાસભ્ય દ્વારા મતક્ષેત્રમાં દરેક ગ્રામ્ય વિસ્તારોના રોડ પર નિર્માણ કરવા માટે સરકારને અંગત ભલામણ કરતા ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી – જસમતપુર ગામ વચ્ચેના આધારે ત્રણેક કિલોમીટરના રોડની નિર્માણ કરવા માટે રજૂઆત કરાઈ હતી.
જેને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોડની નિર્માણની મંજૂરી આપી ૧.૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવી ટૂંક સમયમાં જ રોડનું કામ શરૂ કરી બંને ગામના રહીશોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવે તે પ્રકારની વ્યવસ્થા માટે કામગીરી હાથ ધરી હતી.
